12/06/2026
મુસ્લિમ ધર્મસ્થાનો પર કબજો કરવાનો કારસો અને સામાજિક શાંતિ ડહોળવાના પ્રયાસો તાકીદે બંધ થવા જોઈએ: ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા
દેશવિરોધી અને સમાજવિરોધી તત્વો દ્વારા મસ્જિદો-દરગાહોને નિશાન બનાવવાનું પદ્ધતિસરનું ષડયંત્ર: જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત ના પ્રમુખનો ગંભીર આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ધાર્મિક સ્વરૂપને નુકસાન પહોંચાડવાના અને આગામી ૧૫ જૂને ભીડ એકઠી કરવાના આયોજન સામે વહીવટીતંત્ર તાકીદે પગલાં લે તેવી માંગ
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ એક અખબારી નિવેદનમાં દેશ અને રાજ્યમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશવિરોધી વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા દેશની વિવિધ મસ્જિદો અને દરગાહોને મંદિર બતાવી, તેને મિસમાર કરવાનું અને તેના પર ગેરકાયદેસર કબજો કરવાનું ષડયંત્ર જોરશોરથી ચાલી રહ્યું છે. યેનકેન પ્રકારે મુસ્લિમોને હેરાન કરવાના આ પદ્ધતિસરના પ્રયાસોમાં દુઃખદ રીતે વહીવટીતંત્ર અને ન્યાયતંત્રનો એક વર્ગ પણ આવા તત્વોને પરોક્ષ સહયોગ આપી રહ્યો હોય તેવું પ્રતીત થાય છે.
આ જ કડીમાં હવે ગુજરાતના ભરૂચ શહેરની ઐતિહાસિક અને પવિત્ર જામા મસ્જિદ પર કબજો કરવાનો એક મોટો કારસો ઘડાઈ રહ્યો હોવાની ગંભીર વિગતો સામે આવી છે.
ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભરૂચની જામા મસ્જિદ એ ભરૂચના સુન્ની મુસ્લિમ સમુદાયની સૌથી જૂની અને સૌથી અગ્રણી ઇબાદતગાહ છે. આ મસ્જિદ અને તેની ધાર્મિક ઉજવણીઓનું સંચાલન ભરૂચના નોંધણી નંબર B-11 હેઠળ ‘વકફ’ માં કાયદેસર રીતે નોંધાયેલું છે. આ મસ્જિદ ઘણી પેઢીઓથી મુસ્લિમોની ઇબાદતગાહ તરીકે સતત ઉપયોગમાં લેવાતી રહી છે અને મસ્જિદનું ધાર્મિક સ્વરૂપ હંમેશાં યથાવત રહ્યું છે. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ (આઝાદી) પહેલાથી લઈને આજદિન સુધી અહીં પાંચેય વખતની નમાજ અને સામુહિક ઇબાદતો શાંતિપૂર્ણ રીતે સતત થતી આવી છે.
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, જામીન પર મુક્ત થયેલા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વો, દુષ્કર્મીઓ અને તેમના સાથીઓ જેવા સમાજવિરોધી તત્વો દ્વારા મસ્જિદ પરિસરમાં શ્રેણીબદ્ધ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આ તત્વોએ મસ્જિદના લાંબા સમયથી સ્થાપિત ધાર્મિક અસ્તિત્વને પડકારતી દુર્ભાવનાપૂર્ણ અને તોફાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઐતિહાસિક મસ્જિદ કથિત રીતે જૈન કે હિન્દુ ધાર્મિક સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે તેવો ખોટો પ્રચાર સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વહેતો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ તોફાની તત્વોએ મસ્જિદના પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી, આ સંરક્ષિત ઇબાદતગાહની અંદર બિન-મુસ્લિમ ધાર્મિક વિધિઓ કરવાનો પણ ગંભીર પ્રયાસ કર્યો હતો, જેનાથી સ્થાનિક મુસ્લિમ સમાજ અને મસ્જિદના ટ્રસ્ટીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી છે.
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશ પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, સત્તાવાર અહેવાલો અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા વીડિયો સંદેશાઓ દ્વારા જાણવા મળ્યું છે કે, આ વિવાદને વધુ વણસાવવા માટે આગામી ૧૫.૦૬.૨૦૨૬ ના રોજ મસ્જિદની નજીક એક મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનતાને મોટી સંખ્યામાં ભેગા થવા ઉશ્કેરણીજનક આહવાન કરાયું છે. આ સીધો જ સામાજિક શાંતિ અને કાયદો-વ્યવસ્થાને ડહોળવાનો ખુલ્લો પ્રયાસ છે.
ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ સરકાર અને સ્થાનિક પોલીસ પ્રશાસનને પૂરજોશમાં અપીલ કરી છે કે, આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, ૧૫મી જૂનના તોફાની આયોજન પર પ્રતિબંધ મુકાય અને આવા સમાજવિરોધી તત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવે.
સાથે જ, તેમણે દેશ અને રાજ્યના તમામ ન્યાયપ્રિય નાગરિકો, બુદ્ધિજીવીઓ અને સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરી છે કે, ગુજરાતની શાંતિ અને અખંડિતતાને તોડવા માંગતા આવા તત્વો વિરૂદ્ધ એક અવાજે વિરોધ નોંધાવે અને નફરતના આ માહોલને બદલી પરસ્પર ભાઈચારો તેમજ શાંતિ સ્થાપવા માટે આગળ આવે.
08/06/2026
વ્યાજમુક્ત માઇક્રોફાઇનાન્સ સોસાયટીઓની ગુજરાત કોઓર્ડિનેશન કમિટીની પ્રથમ બેઠક યોજાઈ
અહમદાબાદ: ઇન્ટરેસ્ટ ફ્રી કો-ઓપરેટિવ માઇક્રોફાઇનાન્સ સોસાયટીઓની ગુજરાત કોઓર્ડિનેશન કમિટીની પ્રથમ ઐતિહાસિક બેઠક ૭ જૂન, રવિવારના રોજ સુફ્ફા હોલ, અહમદાબાદ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. રાજ્યભરમાં કાર્યરત આવી સોસાયટીઓ વચ્ચે પરસ્પર સંકલન, સહકાર અને સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે 'કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇન્ટરેસ્ટ ફ્રી કો-ઓપરેટિવ માઇક્રોફાઇનાન્સ સોસાયટીઝ, ગુજરાત' દ્વારા આ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજમુક્ત નાણાકીય વ્યવસ્થાના વિસ્તરણ અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકાયો હતો.
કાર્યક્રમની શરૂઆત જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા દ્વારા પ્રસ્તુત 'તઝકીર બિલ કુર્આન'થી થઈ હતી, જેમાં તેમણે સામાજિક વિકાસ, પરસ્પર સહકાર અને નૈતિક તેમજ જવાબદાર આર્થિક વ્યવસ્થાના મૂલ્યો પર સવિસ્તાર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ, અહમદાબાદની અલબરાકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીના પ્રેસિડેન્ટ વાસીફ હુસેન શેખે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં બેઠકના મુખ્ય હેતુઓ, રાજ્યસ્તરીય સંકલનની તાતી જરૂરિયાત અને ભવિષ્યના રોડમેપ અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્ય સત્રમાં દિલ્હીની સહુલત માઇક્રોફાઇનાન્સના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સીએ સૈય્યુમખાને "Building a Stronger Tomorrow Together" વિષય પર મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે સંસ્થાકીય હેતુઓ, ભવિષ્યના પ્રોજેક્ટ્સ, પરસ્પર સહયોગ અને આ ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ત્યારપછીના ઓપન સેશનમાં વિવિધ સોસાયટીઓના પ્રતિનિધિઓએ સ્થાનિક સ્તરે કામગીરી દરમિયાન નડતી વહીવટી અને વ્યવહારિક સમસ્યાઓ તેમજ પડકારોની રજૂઆત કરી હતી, જેના નિવારણ માટે નિષ્ણાતો અને સહભાગીઓ વચ્ચે પ્રશ્નોત્તરી થઈ હતી અને આગામી વ્યાપક વ્યુહરચના અંગે મંથન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ, સહુલત માઇક્રોફાઇનાન્સ, દિલ્હીના જનરલ બોડી મેમ્બર અને સહુલત મોડાસાના પ્રેસિડેન્ટ ડૉ. ઇફ્તિખાર મલિકે "India: A Fertile Ground for Interest Free Co-operative Microfinance" વિષય પર પોતાનું મનનીય પ્રવચન આપતાં દેશમાં વ્યાજમુક્ત કો-ઓપરેટિવ માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે રહેલી વિપુલ તકો, જનસ્વીકાર્યતા અને તેના ઉજ્જવળ ભવિષ્ય અંગે સચોટ વિગતો રજૂ કરી હતી. આ શૈક્ષણિક કડીને આગળ ધપાવતા અલબરાકાહ સોસાયટી, અહમદાબાદના બોર્ડ મેમ્બર સોહેલ સાચોરાએ કેસ સ્ટડી અને પ્રેક્ટિકલ એક્સરસાઇઝ રજૂ કરી અનુભવ આધારિત આયોજન અને સંસ્થાકીય કાર્યક્ષમતા વધારવાના મહત્વના પાસાઓ શીખવ્યા હતા.
આ બેઠકમાં બે અત્યંત પ્રગતિશીલ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે અંતર્ગત રાજ્યભરની વ્યાજમુક્ત માઇક્રોફાઇનાન્સ સોસાયટીઓ વચ્ચે વધુ અસરકારક અને સંગઠિત કામગીરી માટે ટૂંક સમયમાં જ એક સેન્ટ્રલ 'ફેડરલ સ્ટ્રક્ચર' રચવામાં આવશે. આ સાથે જ, ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાતભરમાંથી પ્રતિનિધિઓની એક વિશાળ બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક જિલ્લાઓમાં આવી સોસાયટીઓની સ્થાપના અને તેનો વ્યાપ વધારવાનો રહેશે. ઉપસ્થિત સભ્યોએ આ પહેલને સમાજના આર્થિક સશક્તિકરણ તરફનું એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલબરાકાહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટીના બોર્ડ મેમ્બર જાવેદ અખ્તરે ખૂબ જ કુશળ અને પ્રભાવશાળી શૈલીમાં કર્યું હતું, જેને કારણે સમગ્ર આયોજન સમયબદ્ધ રીતે સંપન્ન થયું હતું. અંતમાં, ઉપસ્થિત પ્રતિનિધિઓએ રાજ્યસ્તરે મજબૂત સંકલન ઊભું કરી નૈતિક, ટકાઉ અને સમાજકેન્દ્રિત આર્થિક વ્યવસ્થાને વેગ આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને આભારવિધિ સાથે બેઠકનું સફળ સમાપન થયું હતું.
05/06/2026
💧 **जब बहती हुई नदी के किनारे भी पानी बर्बाद करने से मना किया गया है, तो सोचिए इस्लाम संसाधनों की हिफ़ाज़त को कितना महत्व देता है।**
रसूलुल्लाह ﷺ ने फ़रमाया:
*"बहती नदी के किनारे वुज़ू करते समय भी पानी बर्बाद न करो।"*
📖 (सुनन इब्न माजाह: 425)
आज दुनिया पानी की कमी, सूखे और पर्यावरणीय संकटों का सामना कर रही है। ऐसे में हर बूंद की अहमियत और बढ़ जाती है।
🚰 नल खुला न छोड़ें
💧 ज़रूरत के मुताबिक़ पानी इस्तेमाल करें
🌱 प्राकृतिक संसाधनों की हिफ़ाज़त करें
🌍 आने वाली नस्लों के लिए पानी बचाएँ
**World Environment Day पर आइए एक संकल्प लें — "मैं पानी की एक-एक बूंद को अमानत समझकर इस्तेमाल करूंगा/करूंगी।"**
👇 Comment में लिखिए:
**"Water is an Amanah 💧"**
और इस संदेश को आगे बढ़ाने के लिए इस पोस्ट को Share करें।
05/06/2026
🌍 **जिस धरती पर हम रहते हैं, क्या हमने कभी सोचा है कि उसके बारे में भी हमसे सवाल होगा?**
हवा, पानी, पेड़, जंगल और प्राकृतिक संसाधन — ये सिर्फ़ सुविधाएँ नहीं, बल्कि अल्लाह की दी हुई नेमतें और अमानत हैं।
**"फिर उस दिन (क़यामत के दिन) तुमसे इन नेमतों के बारे में अवश्य पूछा जाएगा।"**
📖 (कुरआन 102:8)
World Environment Day सिर्फ़ एक दिन नहीं, बल्कि अपनी ज़िम्मेदारी याद करने का अवसर है।
🌱 एक पेड़ लगाएँ
💧 पानी बचाएँ
♻️ संसाधनों का जिम्मेदारी से उपयोग करें
🌍 धरती को आने वाली नस्लों के लिए बेहतर बनाकर जाएँ
**आज आप पर्यावरण की हिफाज़त के लिए कौन-सा एक कदम उठाने का संकल्प ले रहे हैं?**
👇 Comment में अपना संकल्प लिखिए और दूसरों को भी प्रेरित कीजिए।
05/06/2026
ધરતી આપણી નથી — આપણે ધરતીના છીએ.
1400 વર્ષ પહેલાં કુરઆને કહ્યું — "ધરતીમાં સુધારો થયા પછી તેમાં બગાડ પેદા ન કરો."
આજે science એ જ સત્ય સાબિત કરી રહ્યું છે.
World Environment Day પર એક નિર્ણય લો —
🌱 એક ઝાડ લગાવો. એક ટેવ બદલો. ધરતીનો ઉપકાર ચૂકવો.
કુદરતની રક્ષા = ઈબાદત
01/06/2026
ઈદના પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેર દ્વારા શહેરના ધાર્મિક સામાજીક રાજકીય આગેવાનોનો માટે ઈદ મિલન સમૂહભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો મોટી સંખ્યામાં મહાનુભાવોએ પધારીને કાર્યક્રમને અભૂતપૂર્વ સફળ બનાવ્યો હતો. કુલ ૬૦ દરેક સમાજના મહાનુભાવો અને ૧૫ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. પ્રસંગ અને દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર પ્રાસંગિક ચર્ચાઓ થઈ હતી. જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના પ્રમુખ ઇકબાલ મીરઝા એ પ્રારંભીક પ્રવચન અને ગુજરાતના પ્રમુખ ડો. સલીમ પટીવાલા સાહેબે અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું. ગુજરાતના મુસલમાનો ની પરંપરા મુજબ એક થાળમાં ૩ દેશબાંધવ અને ૧ મુસ્લિમ બેસીને સમૂહભોજનનો સ્વાદ માણ્યો હતો.
31/05/2026
વિજાપુર મુકામે ઈદુલ અઝહાના પ્રસંગે એક સમૂહ ભોજનનો કાર્યક્રમ દેશ બાંધવો સાથે તારીખ 30 મે 2026 શનિવારની સાંજે ગોઠવેલ જેમાં મોટી સંખ્યામાં દલિત ભાઈઓએ અને વાલ્મિકી ભાઈઓએ ભાગ લીધો હતો. તેમની સમક્ષ ઇસ્લામની સમાનતા તથા બંધુતા ની વાત અને તોહીદની વાત મૂકવામાં આવી. સાથે આપણા બંધારણના આમુખમાં જે સમાનતા બંધુતા અને ભાઈચારાની વાત છે તેને પણ વિસ્તારથી સમજાવવામાં આવી. લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને કાર્યક્રમ બાબતે ખૂબ જ ઉત્સાહ અને સંતોષ વ્યક્ત કર્યો. આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ તેવી લાગણી પણ ઘણા મિત્રોએ દર્શાવી.
મોહમ્મદ ઉમર વહોરા
અમીરે મુકામી
વિજાપુર