CPIM Gujarat

CPIM Gujarat

Share

Official Page of CPI(M) Gujarat State Committee. CPI(M) Gujarat Official

Photos from CPIM Gujarat's post 15/03/2026

CPI(M) ગુજરાત – દિલ્હી રેલી માટેની જન આક્રોશ જથ્થા યાત્રાનું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વાગત

CPI(M) ગુજરાત રાજ્ય સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ જથ્થા યાત્રા 14-03-2026ના રોજ અરવલ્લી જિલ્લામાં તેના પાંચમા દિવસે પ્રવેશી હતી અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા ધનસુરા માર્ગે પસાર થઈ અને અંતે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જાહેર સભા સાથે પૂર્ણ થઈ, જ્યાં મોટી સંખ્યામાં લોકો પરંપરાગત ઢોલ-નગારા અને વાદ્યો સાથે જથ્થા સભ્યોનું સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં બિરાદર. મરિયમ ધાવલે (પોલિટ બ્યુરો સભ્ય), જથ્થા સભ્ય બિરાદર. એચ. આઈ. ભટ્ટ (રાજ્ય સચિવ) અને બિરાદર અરુણ મહેતા એ જનતાના મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત લોકોએ તેમને ખાતરી આપી કે તેઓ 24 માર્ચ, 2026ના રોજ યોજાનારી “ચાલો દિલ્હી” રેલીમાં ભાગ લેશે.

મોડાસાના લોકોએ જથ્થાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જથ્થા સભ્યો દ્વારા ‘યારો કે યાર, દેશ કે ગદ્દાર’ નામનું સ્ટ્રીટ પ્લે રજૂ કરવામાં આવ્યું, જેમાં કોર્પોરેટ શક્તિઓ અને સરકાર વચ્ચેના ગઠબંધનને ઉજાગર કરવામાં આવ્યું.

રાજ્યના નેતાઓ બિરાદર. ડાહ્યાભાઈ ગજેરા, બિરાદર. નલીનીબેન જાડેજા, બિરાદર. પુરુષોત્તમભાઈ પરમાર, બિરાદર ડાહ્યાભાઈ જાદવ બિરાદર. પ્રકાશ મેકવાન, બિરાદર. અશોક સોમપુરા અને બિરાદર. નિતિશ નાયર સહિત અન્ય જથ્થા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

CPI(M) Gujarat – Jan Aakrosh Jatha Yatra for Delhi Rally Welcomed at Modasa, Aravlli.

The Jan Aakrosh Jatha Yatra, organised by the CPI(M) Gujarat State Committee, entered its fifth day on 14-03-2026 in Aravalli District and was welcomed at multiple points in both urban and rural areas. The Yatra passed through Dhansura and finally concluded with a public meeting at Modasa district center of Aravalli, where a large crowd welcomed the Yatra members with traditional drums and musical instruments.

At the meeting, Com. Mariam Dhawale (Polit Bureau Member) and Jatha member Com. H. I. Bhatt (State Secretary) thanked the masses for their support and the people assured them that they would participate in the Chalo Delhi Rally, which is scheduled to be held on March 24, 2026.

The people of Modasa warmly welcomed the Yatra, and the Jatha members performed a street play titled 'Yaaro ke yaar, Desh ke gaddar' exposing the nexus between corporate powers and the government.

State leaders Com. Arun Mehta, Com. Dayabhai Gajera, Com. Naliniben Jadeja, Com. Purushottam bhai Parmar, Com. Prakash Macwan, Com. Ashok Sompura and Com. Nitish Nair were also present along with other Jatha members.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Prarthna Samaj, Raikhad Char Rastha
Ahmedabad
380001