02/06/2026
Mission Fit Khakhi અભિયાન
પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિકનાઓના માર્ગદર્શન હેઠળ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે Mission Fit Khakhi કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનો શુભારંભ તા. 10/03/2026ના થયો.
આજરોજ, કુલ 12 અઠવાડિયા સુધી ચાલ્યા બાદ તેનો સમાપન તા. 02/06/2026ના કરવામાં આવ્યો.
આ અભિયાનમાં પોલીસ વિભાગના વિવિધ રેન્કના કુલ 100 અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધો હતો — જેમાં DCP થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીનો સમાવેશ થતો હતો.
તેમાંથી આશરે 70 કર્મચારીઓએ ગંભીરતાપૂર્વક સતત હાજરી આપી અને તમામ સુચનાઓનું પાલન કર્યું.
કાર્યક્રમના પ્રથમ દિવસે તમામ ભાગ લેનારાઓના શારીરિક પરિમાણો (વજન, ઊંચાઈ, કમરના ઘેરાવ) તેમજ લેબોરેટરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આજરોજ, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફરીથી આ પરિમાણો માપવામાં આવ્યા.
દર અઠવાડિયે સોમવારની સવારે ભાગ લેનારાઓને બોલાવવામાં આવતા હતા. પ્રથમ અડધો કલાક શારીરિક કસરત અને યોગ-પ્રાણાયામ કરાવવામાં આવતા, ત્યારબાદ આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ્ય આહાર, ધ્યાન, માનસિક શિસ્ત અને નિયમિતતા અંગે પોલીસ કમિશ્નરશ્રીનાઓ દ્વારા જાતેથી માર્ગદર્શન આપવામાં આવતું.
ભાગ લેનારાઓને રોજિંદી પ્રવૃત્તિઓ નોંધવા માટે, દર અઠવાડિયે વીકલી ટ્રેકિંગ શીટ આપવામાં આવતી હતી.
📊 પરિણામો
કાર્યક્રમના અંતે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. 70 ગંભીરતાપૂર્વક અનુસરનાર ભાગ લેનારાઓના વિશ્લેષણ મુજબ:
10 પોલીસ કર્મચારીઓ → 10 કિલોગ્રામ અથવા તેથી વધુ વજન ઘટાડ્યું
7 પોલીસ કર્મચારીઓ → 8 થી 10 કિલોગ્રામ સુધી વજન ઘટાડ્યું
20 પોલીસ કર્મચારીઓ → 5 થી 8 કિલોગ્રામ સુધી વજન ઘટાડ્યું
20 પોલીસ કર્મચારીઓ → 3 થી 5 કિલોગ્રામ સુધી વજન ઘટાડ્યું
13 પોલીસ કર્મચારીઓ → 3 કિલોગ્રામ સુધી વજન ઘટાડ્યું
Mission Fit Khakhi અભિયાન દરમિયાન જે પોલીસ કર્મચારીઓએ નોંધપાત્ર વજન ઘટાડ્યું તેમની વિગતો નીચે મુજબ છે:
ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ (Cyber Crime) → 110.7 કિગ્રાથી 93.0 કિગ્રા, *કુલ 17.7 કિગ્રા ઘટાડો*
જિતેન્દ્રસિંહ એચ. ગોહિલ (HQ) → 95.0 કિગ્રાથી 81.9 કિગ્રા, *કુલ 13.2 કિગ્રા ઘટાડો*
ઈશ્વરસિંહ દશરથસિંહ (નરોડા) → 92.7 કિગ્રાથી 80.3 કિગ્રા, *કુલ 12.4 કિગ્રા ઘટાડો*
રાજેન્દ્રસિંહ એફ. ઝાલા (SOG Crime) → 113 કિગ્રાથી 102.2 કિગ્રા, *કુલ 10.9 કિગ્રા ઘટાડો*
કલ્પેશકુમાર કે. સોલંકી (કાગડાપીઠ) → 109.9 કિગ્રાથી 99.0 કિગ્રા, *કુલ 10.9 કિગ્રા ઘટાડો*
રાકેશ ભુપેન્દ્રસિંહ (કૃષ્ણનગર) → 90.0 કિગ્રાથી 79.4 કિગ્રા, *કુલ 10.6 કિગ્રા ઘટાડો*
અમૃતજી બાબુજી (Control) → 95.2 કિગ્રાથી 84.8 કિગ્રા, *કુલ 10.5 કિગ્રા ઘટાડો*
વિનોદભાઈ ભાવનભાઈ (ગોમતીપુર) → 122.0 કિગ્રાથી 111.7 કિગ્રા, *કુલ 10.3 કિગ્રા ઘટાડો*
જિતેન્દ્રસિંહ બહાદુરસિંહ (સરદારનગર) → 90.2 કિગ્રાથી 80.0 કિગ્રા, *કુલ 10.2 કિગ્રા ઘટાડો*
વિનોદકુમાર ચંદુભાઈ (નરોલ) → 109.0 કિગ્રાથી 99.0 કિગ્રા, *કુલ 10.0 કિગ્રા ઘટાડો*
Mission Fit Khakhi અભિયાનથી પોલીસ કર્મચારીઓમાં ફિટનેસ, કાર્યક્ષમતા, માનસિક સ્થિરતા અને આરોગ્યપ્રદ જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો થયો. આ અભિયાન શહેરની સુરક્ષા વધુ મજબૂત અને સજ્જ બનાવવા માટે એક સફળ પહેલ સાબિત થયું.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
30/05/2026
TATA IPL T20 ક્રિકેટ 2026
અમદાવાદ શહેરમાં આવતીકાલે તા.31/05/2026ના રોજ યોજાનાર TATA IPL T20 ક્રિકેટ 2026ની ફાઇનલ મેચના પોલીસ બંદોબસ્તનું આજરોજ ગ્રાન્ડ રિહર્સલ કરવામા આવ્યું.
અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ સમગ્ર પોલીસ બંદોબસ્તના આયોજન અંગે સમીક્ષા કરી અને સ્ટેડિયમ બંદોબસ્ત તથા આસપાસ ના હોલ્ડિંગ એરિયા વિગેરે નિરિક્ષણ કરવામાં આવ્યું.
રિહર્સલ પૂર્ણ થયા બાદ તમામ પોલીસ અધિકારીઓનું બ્રિફિંગ કમિશનરશ્રીએ સ્વયં કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ સાથે તેમણે અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા તથા આવતીકાલની ફાઇનલ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા સૂચનો આપ્યા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
27/05/2026
માનનીય પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓ દ્વારા આજે પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ.
હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે.
પોલીસ કમિશનરશ્રીએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી.
આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરશ્રીએ તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને સુવિધાઓ વધુ અસરકારક બનાવવા માટે સૂચનો આપ્યા.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
25/05/2026
25/05/2026
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ દ્વારા શરૂ કરાયેલ ૧૨ અઠવાડિયાના Mission Fit Khakhi અભિયાન આજે અગિયાર સપ્તાહ પૂર્ણ કરી રહેલ છે...
પોલીસ કમિશ્નરશ્રીનાઓ દ્વારા , આ મિશન અંતર્ગત ભાગ લઈ રહેલ પોલીસ કર્મચારીઓને જાતેથી દર સપ્તાહ પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવા, આહાર માર્ગદર્શન અંગે ચર્ચા અને સમજ કરવામાં આવી અને પોલીસ કર્મચારીઓમાં તેના હકારાત્મક પરિણામ જણાઇ આવેલ છે
Mission Fit Khakhi અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની ફિટનેસ, કાર્યક્ષમતા, અને માનસિક સ્થિરતા વધારવાનો રહ્યો.
આજે ફરી એકવાર નિર્ધારિત માપદંડો અંગે ડોક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી.
આ ચકાસણીમાં મિશન અંતર્ગત ભાગ લઈ રહેલ પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી, ઊર્જા સ્તર અને જીવનશૈલીમાં થયેલા સકારાત્મક ફેરફારો સ્પષ્ટ રીતે નોંધાતા જોવા મળ્યા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ #
22/05/2026
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી. એસ. મલિકનાઓની અધ્યક્ષતામાં આજે નવગઠિત 'પોલીસ સલાહકાર સમિતિ'ની બેઠક યોજાઈ.
પોલીસ કમિશનર કચેરી ખાતે મળેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
બેઠક દરમિયાન નાગરિકોને નડતી સ્થાનિક સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ દ્વારા કરવામાં આવતી પ્રજાલક્ષી કામગીરી અને સુધારાઓ સામાન્ય માણસ સુધી સરળતાથી પહોંચી શકે તે માટેના સકારાત્મક પગલાંઓ લેવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
20/05/2026
પોલીસ કમિશનરશ્રી શ્રી જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ, શહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ ચાલી રહેલ છે.
સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, મે મહિનાથી શહેરની વિવિધ પોલીસ લાઇનમાં કુલ 12 સમર કેમ્પ સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને અમુક જગ્યાએ સાંજના સમયે પણ યોજાઇ રહ્યા છે જેમાં પોલીસ પરિવારના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
આજરોજ, પોલીસ કમિશ્નરશ્રીએ ગોમતીપુર લાઇન, બાપુનગર પોલીસ લાઇન, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ લાઇનના કેમ્પની મુલાકાત લીધી. તેઓએ બાળકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી અને ઉપસ્થિત પોલીસ પરિવાર સાથે સંવાદ કર્યો.
સમર કેમ્પનો હેતુ બાળકોને શારીરિક તંદુરસ્તી, માનસિક આરોગ્ય, અને સમુદાય જીવનની સમજણ પણ આપવાની છે. વિવિધ રમતો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યક્રમો દ્વારા તેઓ પોતાની છુપાયેલી પ્રતિભા શોધી શકે છે અને ભવિષ્યમાં વધુ જવાબદાર તથા સજાગ નાગરિક બનવા માટે પ્રેરણા મેળવે છે.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
19/05/2026
આજરોજ,
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નવનિર્મિત નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 8 ની કચેરીનું લોકાર્પણ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ હસ્તે કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની બાજુમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 8 ની કચેરી આવેલ છે. નવા સીમાંકન થયેલ ઝોન વિસ્તારમાં રામોલ, ઓઢવ,નિકોલ, વટવા, વટવા GIDC અને નવા સીમાંકન થયેલ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને નાગરિકો તથા શહેર પોલીસ ના ઊચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
19/05/2026
સમર કેમ્પ 2026 – Season 3
પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓના માર્ગદર્શન હેઠળ, વર્ષ 2024થી અમદાવાદ શહેર પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાની રજાઓ દરમિયાન સમર કેમ્પનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું.
સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, આજરોજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસ લાઇન, રાણીપ પોલીસ લાઇન અને ગાયકવાડ હવેલી પોલીસ લાઇનના સમર કેમ્પ ની મુલાકાત લીધી.
જેમાં પોલીસ પરિવારના મોટા ભાગના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને ડિજિટલ સ્ક્રીનથી વિરામ આપે છે અને પ્રકૃતિ સાથે જોડે છે.
પોલીસ કમિશ્નરશ્રીનાઓએ બાળકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી અને ઉપસ્થિત પોલીસ પરિવાર સાથે સંવાદ કર્યો. વાલીઓ અને પોલીસ કર્મચારીઓની ભાગીદારી કેમ્પને વધુ અસરકારક બનાવે છે.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ