ગુજરાતની શાન, આઈપીએસ વિધિ ચૌધરી અને આઈએએસ પ્રવીણ ચૌધરી! 🌟
સિવિલ સર્વિસમાં ભાઈ-બહેનની આ જોડીએ માત્ર સફળતા જ નથી મેળવી, પરંતુ ગુજરાતમાં સાથે ફરજ બજાવીને ગૌરવ વધાર્યું છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની એવા આ બંને અધિકારીઓ આજે ગુજરાતમાં મહત્વના હોદ્દાઓ પર સેવા આપી રહ્યા છે.
જાણો શું છે તેમની સફળતાની કહાની અને કેવી રીતે તેઓ એકસાથે સિવિલ સર્વિસમાં ટોચના સ્થાને પહોંચ્યા. સંપૂર્ણ વિગતો માટે વીડિયો જુઓ.
આઁજણા ચૌધરી ગૃપ ACG
સમાજ હિત સર્વોપરી 🙏 સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ👳
04/06/2026
શ્રદ્ધાંજલિ
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે સ્વ. સુરેખાબેન રાકેશભાઈ ચૌધરી તા. ૦૩/૦૬/૨૦૨૬ ના રોજ દેવલોક પામ્યા છે. પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
બેસણું:
તારીખ: ૦૭/૦૬/૨૦૨૬ (રવિવાર)
સમય: સવારે ૦૮ થી બપોરે ૦૨ કલાક સુધી
સ્થળ: વૈજનાથ મહાદેવ મંદિર, મેઘાલિયાસણા, તા. જી. મહેસાણા
04/06/2026
।। ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ।।
અમારા પૂજનીય સ્વ. ઉષાબેન પ્રેમજીભાઈ મોર ના આત્માને પરમાત્મા શાંતિ અર્પણ કરે, એ જ પ્રાર્થના. તેમના જીવનના સંસ્કારો અને આદર્શો હંમેશા અમારી સાથે રહેશે.
બેસણું વિગત:
🗓️ તારીખ: ૦૭-૦૬-૨૦૨૬, રવિવાર
⏰ સમય: સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક
📍 સ્થળ: વાસણા (જગાણા)
આ દુઃખની ઘડીમાં આપ સૌની ઉપસ્થિતિ અમારા પરિવાર માટે સહારો બની રહેશે.
04/06/2026
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏
અત્યંત દુઃખદ સમાચાર... મહેસાણાના વતની અને પાટણ જિલ્લા LIB માં ફરજ બજાવતા માનનીય બહેનશ્રી સ્વ. સુરેખાબેન ચૌધરીનું એસી (AC) માં ટેકનિકલ ખામીને કારણે થયેલ દુર્ઘટનામાં અકાળે અવસાન થયું છે. આ સમાચાર જાણીને મન ખૂબ વ્યથિત છે.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
ઓમ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏🥀
02/06/2026
IPS सुश्री #मोना जाखड़ पुत्री श्री सुभाष जी जाखड़, ग्राम साखू, तहसील #लक्ष्मणगढ़, जिला #सीकर, को (आईपीएस) #गुजरात केडर मिलने पर बहुत-बहुत बधाई एवं उज्जवल भविष्य की हार्दिक शुभकामनाएंll💐🎉
#चाहरवाटीआगरा
02/06/2026
ગર્વ અને આનંદની ક્ષણ! 💐
માનનીય વિમલભાઈ ચૌધરી સાહેબને એડિશનલ કલેક્ટર તરીકે પ્રમોશન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારી નિષ્ઠા, મહેનત અને કુશળતા અમારા સૌ માટે પ્રેરણાદાયી છે. આપના ઉજ્જવળ ભવિષ્ય અને સતત પ્રગતિ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🌟
તમારી સફળતા, અમારો ગર્વ... સમાજ માટે આપ પ્રેરણાદાયી ઉદાહરણ છો. 🙏
02/06/2026
ખૂબ ખૂબ અભિનંદન જે.કે. જેગોડા સાહેબ! 💐
મહેસાણા અધિક કલેક્ટરથી ગાંધીનગર એડિશનલ ડાયરેક્ટર (ખાણ અને ભૂસ્તર વિભાગ) સુધીની આપની આ ગૌરવપૂર્ણ સફર બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આગામી કાર્યકાળ ઉત્તરોત્તર પ્રગતિશીલ રહે તેવી કામના. 🙏✨
સત્ય અને નિષ્ઠાના પથ પર જેમણે કદમ વધાર્યા છે,
એવા માન. જે.કે. જેગોડા સાહેબને સફળતાના નવા સોપાન સર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન." 💐💐
મહેસાણાથી ગાંધીનગર સુધીની આ સફળતા આપની મહેનતનું પરિણામ છે. નવા પદ અને નવી જવાબદારીઓ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
02/06/2026
હાર્દિક અભિનંદન! 💐
માનનીય મયંક પટેલ સાહેબને એડિશનલ કલેક્ટર તરીકે પ્રમોશન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને અનેક શુભેચ્છાઓ. તમારી આ સફળતા આપણા સૌ માટે ગૌરવની વાત છે. તમારી મહેનત અને સમર્પણ હંમેશા અમને પ્રેરણા આપે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી અભ્યર્થના! 🌟
02/06/2026
અભિનંદન, રાહુલભાઈ ચૌધરી! 🎊
એડિશનલ કલેક્ટર, જામનગર તરીકે નિમણૂક પામવા બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી નવી જવાબદારીઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી બધી શુભકામનાઓ! 💐
31/05/2026
ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના આશાસ્પદ યુવાન સ્વ. શ્રી દિલીપભાઈ પ્રકાશભાઈ ચૌધરીનું કુચાવાડા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.
એક તેજસ્વી અને વહાલસોયા યુવાને આપણી વચ્ચેથી અકાળે વિદાય લીધી છે, જે સમગ્ર સમાજ માટે મોટી ખોટ છે.
પરમાત્મા દિવંગત આત્માને પરમ શાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનોને આ અસહ્ય અને અણધાર્યું દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ...! 🙏🏼😔
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahmedabad
0000
